(એજન્સી) નવી દિલ્હી,તા. ૬
કોરોના વાયરસના લીધે દુનિયાભરમાં હાહાકારની સ્થિતિ યથાવત રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને હવે ૧૨૭૪૦૨૨ સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો ૭૦ હજારને પાર પહોંચી ગયો છે. હજુ પણ ગંભીરરીતે અસરગ્રસ્ત રહેલા અને જીવનમરણ વચ્ચે રહેલા દર્દીઓની સંખ્યા ૪૫ હજારથી ઉપર રહેલી છે. જે ખતરનાક સ્થિતીનો સંકેત આપે છે. અમેરિકા, સ્પેન, ઇટાલી જેવા દેશો સૌથી ખતરનાક રીતે અસરગ્રસ્ત થયેલા છે. તેમના પગલા પણ હવે અપુરતા સાબિત થઇ રહ્યા છે. કોરોના કહેર હજુ જારી રહી શકે છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતી હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઇટાલી બાદ હવે સ્પેન અમે અમેરિકા પણ ભારે મુશ્કેલી છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઇ ચુક્યા છે. આવી સ્થિતીમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઇટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતી ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. દુનિયાના દેશો તેની સામે લડી રહ્યા છે પરંતુ કોરોનાના કારણે કેસો અને મોતના આંકડા પર અંકુશ મુકવામાં સફળતા મળી રહી નથી. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. કોરોના વાયરસનો આ આંકડો દરિયામાં પાણીની એક બુંદ સમાન છે. કારણ કે વાયરસના કારણે અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં ખુબ વધારે છે. કેટલાક દેશોમાં તો હવે માત્ર એવા જ દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમને હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. સ્થિતી ચીનમાં સુધરી રહી છે.

કોરોના રાઉન્ડઅપ

દેશ-દુનિયામાં કોરોના કેર…

વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૦૮
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૨,૮૮,૩૨૦
વિશ્વના કુલ દેશોમાં મોત ૭૦,૫૬૭
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૨,૭૨,૦૨૪
એક્ટિવ કેસોની સંખ્યા ૯,૪૫,૭૨૯
ભારતમાં કેસોની સંખ્યા ૪,૫૯૫
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૪,૧૨૬
ભારતમાં રિકવર લોકોની સંખ્યા ૩૪૦
ભારતમાં મોતની સંખ્યા ૧૨૯