(એજન્સી) જયપુર, તા.૧૩
કોંગ્રેસ મહાસચિવ અશોક ગેહલોતે કહ્યું છે કે, ભાજપે મહાત્મા ગાંધી અને સરદાર પટેલને અપનાવી લીધા બાદ હવે ટૂંક સમયમાં જ પંડિત જવાહરલાલ નહેરૂને પણ અપનાવશે. આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ મોદી ફરીથી વડાપ્રધાન નહીં બની શકે. દેશના લોકો મોદીરાજથી ત્રાસી ગયા છે. ગેહલોતે કહ્યું કે ભાજપ પહેલાં દલિત અને ગાંધીજીની વિરૂદ્ધ હતો. હવે તેને ઉપવાસ યાદ આવે છે. ભાજપે કદી ૧૦૦ વર્ષમાં ઉપવાસ કર્યા છે ? તેમણે કહ્યું કે, દેશ દુઃખી છે. મોદી અને વસુંધરા રાજેએ જુઠ્ઠા વાયદા કરી સત્તા મેળવી હતી. આરએસએસની હિન્દુત્વ અને સાંસ્કૃતિક સમરસ્તા ક્યાં ગઈ ? દલિતો હિન્દુ નથી. તેમણે કહ્યું કે દેશમાં સામૂહિક સમરસતાની જરૂર છે તથા લોકો શાંતિ ઈચ્છે છે. રાજસ્થાનમાં રાજે સરકાર જાતિવાદ બહેકાવી રહી છે. મુખ્યમંત્રી રાજેનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. પાર્ટીમાં કોઈ મતભેદ નથી, નેતાઓ સંગઠિત છે.