અમદાવાદ, તા.ર૩
રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. જો કે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પર ખરા નહીં ઉતરેલા વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે તે મુજબ આગામી પાંચ દિવસમાં રાજ્યના અનેક સ્થળોએ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ એર સાયક્લોનિક સિસ્ટમને કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી ૫ દિવસમાં સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૯ ટકા વરસાદ નોંધાયો છે. ૨૪ કલાકમાં જૂનાગઢ,જામનગર,દ્રારકામાં વરસાદ પડશે.તો કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે ૨૬ ઓગસ્ટના રોજ સારો વરસાદ પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં ૨૩મી ઓગસ્ટના રોજ પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.