અમદાવાદ, તા.૧૯
હજુ તો રાજ્યમાં માંડ-માંડ ઠંડી જામી છે, ત્યાં ફરી એકવાર ખેડૂતો માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ર૩ ડિસેમ્બરના રોજ રાજ્યમાં કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ થયેલાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે હવે બચેલા શિયાળું પાકને લઈ વરસાદના સમાચારથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. જેના કારણે મોંઘવારીમાં પણ વધારો થતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. વધતી મોંઘવારીથી રાહત મળે એવું હાલ લાગતું નથી. કારણે કે હવામાન વિભાગે ૨૩ ડિસેમ્બરે સામાન્ય વરસાદ પડે એવી આગાહી કરી છે. આ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં વરસાદ પડી શકે છે. આ આગાહીના પગલે ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ રાજ્યમાં થોડા દિવસ પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. આ કારણે દૈનિક ધોરણે ઠંડીમાં પણ વધારો થયો હતો. ત્યારે હવે હવામાન વિભાગે કહ્યું કે આજથી પવનની દિશા બદલાઈને દક્ષિણ-પશ્ચિમનાં પવન ફૂંકાશે અને પવનની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ ઘટશે.
કયાં કેટલુ તાપમાન
સ્થળ લઘુત્તમ તાપમાન
નલિયા ૬.૮
કંડલા એરપોર્ટ ૧૦.પ
કંડલા પોર્ટ ૧૧.૧
ભૂજ ૧૧.ર
ડીસા ૧૧.૮
રાજકોટ ૧ર.ર
અમરેલી ૧ર.૪
ગાંધીનગર ૧૩.ર
સુરેન્દ્રનગર ૧૩.૯
અમદાવાદ ૧૪.ર
Recent Comments