(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૬
સુરતની હીરા ઉદ્યોગની અગ્રણી કંપની રામકૃષ્ણ એક્ષ્પોર્ટ દ્વારા માનવતાની મુરત એવા માતૃશ્રીની યાદમાં એસ.આર.કે નોલેજ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતો એવોર્ડ આ વખતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઇસરો દ્વારા સમગ્ર દુનિયામાં ભારતનું નામ રોશન કરનાર મહાન વૈજ્ઞાનિક કિરણકુમાર અને બાળકોના સર્વાગી વિકાસ માટે બાળ મજૂરીના અનિષ્ટને ભારતમાંથી દુર કરવા માટે સંનિષ્ઠ પ્રયાસ કરનાર નોબલ પુરસ્કારથી સન્માનીત કૈલાશ સત્યાર્થી ને સંતોકબા માનવરત્ન એવોર્ડ સાથે બંને એવોર્ડિસને રૂપિયા એક એક કરોડના રોકડા પુરસ્કારથી સન્માનીત કરવામાંઆવનાર છે.મંગળવાર ર૯ મે ર૦૧૮ના રોજ સંજીવકુમાર ઓડિટોરીયમ બપોરે ૨ઃ૩૦ કલાકે માનવરત્ન એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના ગર્વનર ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેઓની સાથે વ્યાપાર ઉદ્યોગ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે.