(એજન્સી) તા.૨૮
આગામી સંસદ સત્રમાં શૂન્યકાળ કે પ્રશ્નકાળ ન રાખવાના મોદી સરકારના નિર્ણય વચ્ચે રાજકીય ગલિયારામાં જોરશોરથી વિરોધ થવા લાગ્યો છે. મોદી સરકારના આ નિર્ણય વિરુદ્ધ હવે વિપક્ષી દળોના વિરોધના સ્વર ઊંચા થવા લાગ્યા છે.
સૂત્રોના અહેવાલ અનુસાર કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને કામકાજના કલાકોમાં કાપ મૂકાયો છે અને બિનજરૂરી વિલંબ કર્યા વિના કામ પૂરું કરવાના ઉદ્દેશ્ય સાથે મોદી સરકારે શૂન્યકાળ અને પ્રશ્નકાળને રદ કરવાનો નિર્ણય લીધો છે.
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઇએ ઓન રેકોર્ડ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આ મામલે ટિ્‌વટ કરી હતી. જ્યારે અન્ય નેતાઓએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે ટિપ્પણીઓ કરી હતી. નેશનલ હેરાલ્ડે આ મામલે જ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ વેંકટેશ જોશી અને રાજ્ય કક્ષાના મંત્રી અર્જુન રામ મેઘવાલ તથા વી.મુરલીધરનને તેમના સત્તાવાર ઈમેઈલ પર મેઇલ મોકલીને કેટલાક સવાલોના જવાબ માગ્યા હતા અને આ મામલે સરકારનું વલણ જાણવા પ્રયાસ કર્યો હતો પરંતુ આ તમામ લોકો તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જો અમને આ મામલે કોઈ જવાબ મળશે તો અમે તમને જરૂરથી જણાવીશું. શૂન્યકાળ એ સમય હોય છે જ્યારે સંસદના મંત્રી કોઇપણ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર સવાલ ઊઠાવી શકે છે. જ્યારે ગૃહ બેસવાનું હોય ત્યારે ૧૦ વાગ્યે સાંસદે આ મામલે સ્પીકર તથા ચેરમેનને આ મામલે જાણ કરવી પડે છે કે તેઓ આ મુદ્દે સવાલ ઊઠાવવાના છે.