(એજન્સી) નવી દિલ્હી,તા.૨૭
પાકિસ્તાનમાં નવી સરકાર બનતાની સાથે પાકિસ્તાન અને ભારત વચ્ચે સિંધુ જળ વિવાદ અંગે બેઠક યોજાવાની છે. આગામી સપ્તાહમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતિ અંગે મહત્વની બેઠક મળવાની છે. બન્ને દેશના અધિકારીઓ ઈસ્લામાબાદમાં મળવાના છે.
આ બેઠકમાં કાશ્મીર મુદે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ પી.કે. સક્સેના અને પાકિસ્તાનનું નેતૃત્વ સૈયદ મેહર અલી શાહ કરશે. મહત્વનું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સમજૂતિ મામલે વિવાદ ચાલી રહ્યો છે. ૧૯૪૭થી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
૧૯૫૧માં વિશ્વ બેંકની મધ્યસ્થના આધારે વિવાદને ઉકેલવામાં આવ્યો હતો. આ મામલે ૧૯૬૦માં બન્ને દેશ વચ્ચે સમજૂતિ થઈ હતી. જેને ૧૯૬૦ની સિંધુ જળ સમજૂતિ કહેવામાં આવે છે.