(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૦
ગુજરાત સરકારે રિન્યુએબલ એનર્જીના ઉત્પાદન ક્ષેત્રે આગળ વધવા નવી પોલિસી જાહેર કરી કેન્દ્ર સરકારના ર૦રર સુધીમાં ૧૭પ ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનના લક્ષ્યાંકને પૂર્ણ કરવા પહેલ કરી છે. રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાં રિન્યુએબલ એનર્જીનો ૭૬૪પ મે.વો. (ર૮ ટકા) હિસ્સો છે. જેને ર૦રર સુધીમાં વધારીને રર૯ર મે.વો. એટલે કે પ૩ ટકા બમણું કરવાના લક્ષ્યાંક સાથે તેનું આયોજન કરાયું છે.
* આવનારા ત્રણ વર્ષમાં ૧પ હજાર મે.વો.પુનઃ પ્રાપ્ય ઉર્જા ઉત્પાદિત કરવા માટે ગુજરાતનો માસ્ટર પ્લાન….
* ત્રણ વર્ષમાં રાજ્યમાં ૧૦ હજાર મે.વો.સૌર ઉર્જા અને પ હજાર મે.વો. પવન ઉર્જા ઉત્પાદિત કરવામાં આવશે.
* ધોલેરા ખાતે પ૦૦૦ મે.વો.નો સોલાર પાર્ક સ્થપાશે – ૧૦૦૦ મે.વો.ઉત્પાદન માટેના ટેન્ડર ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.
* દેશભરમાં પહેલી વખત પીપાવાવ ખાતે મધદરિયે રૂા.૧પ હજાર કરોડના મૂડીરોકાણ સાથે ૧ હજાર મે.વો.નો પવન ઉર્જા પ્લાન્ટ સ્થાપવા કેન્દ્ર સરકારનો નિર્ણય.
* બનાસકાંઠાના રાધા-નેસડા ખાતે ૭૦૦ મે.વો. અને હર્ષદ ખાતે પ૦૦ મે.વો.ના સૌર ઉર્જા પાર્ક સ્થપાશે.
* ૬૬ કે.વી. સબ સ્ટેશન આસપાસની સરકારી ખરાબની જમીનોનો સૌર ઉર્જા ઉત્પાદન માટે કરાશે ઉપયોગ પસંદ કરાયેલા પ૦ સબ સ્ટેશનોની આસપાસની જમીનોમાં સૌર ઊર્જાના પ્લાન્ટ દ્વારા ૩૦૦૦ મે.વો. સૌર ઉર્જા ઉત્પાદિત કરાશે.
* સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુટર સોલાર પ્રોજેકટ-દેશભરમાં ગુજરાતનું આગવું કદમ-કોઈ વ્યક્તિ, પેઢી, સહકારી મંડળી અડધા મે.વો.થી ૪ મે.વો. સૌર ઉર્જા ઉત્પાદિત કરે તો તેને ખરીદવા સરકાર રપ વર્ષનો કરાર કરાશે આવા પ્રોજેક્ટ ર૦૦૦ મે.વો.ઉર્જા ઉત્પાદનનો અંદાજ છે.