અમદાવાદ,તા.૧
સામાજીક કાર્યકર તિસ્તા સેતલવાડની ૨૦૧૧માં મંજૂર થયેલી આગોતરા જામીન અરજીને રદ્દ કરાવવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી અપીલની સુનાવણી સાત વર્ષ બાદ પુનઃ શરૂ થઇ હતી. નરોડા ગામ કેસમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીઓ દરમિયાન ૨૦૦૨ના તોફાન પિડીતોની ખોટા સોગંધનામા રજૂ કરવાનો આક્ષેપ સબબ નોંધાયેલી ફરિયાદ બાદ નીચલી કોર્ટે તીસ્તાના આ કેસમાં જામીન મંજૂર કર્યા હતા પરંતુ સરકારે તેની વિરૂધ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ આ કેસને પડકારતી અરજી તીસ્તા સેતલવાડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવતા હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીનની અપીલની સુનાવણી અટકી ગઇ હતી. પરંતુ ડીસેમ્બર, ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર તરફી ચુકાદો આપતા સરકારે પુનઃ સુનાવણી કરવા માટે કોર્ટને અરજ કરી હતી. તાજેતરમાં આ કેસની સુનાવણી નીકળતા હાઇકોર્ટે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિતના દસ્તાવેજો રજૂ કરવા માટે તાકીદ કરી હતી. તેથી હવે ચાલુ મહિને તેની સુનાવણી હાથ ધરવામાં આવશે. તોફાન પિડીતોને મદદ કરનારી સંસ્થા સિટીઝન્સ ફોર જસ્ટીસ એન્ડ પીસના તીસ્તા સેતલવાડે તેમની સાથે કામ કરતા રઇસ ખાન નામના કાર્યકરને પાણીચુ આપી દીધું હતું. ત્યારબાદ ખાલે નરોડા ગામ, સરદારપુરા અને ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના કેસોમાં ખોટા સોગંધનામા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાના તીસ્તા સામે આક્ષેપ કરીને ફરિયાદ નોંધવાની અરજ કરી હતી. તેની સુનાવણી દરમિયાન નરોડા ગામ કેસમાં ફરિયાદ નોંધવાનો નીચલી કોર્ટે આદેશ કરતા તે આદેશને નાં. ગુજરાત હાઈકોર્ટમાં તે વખતના વકીલ શ્રી જમશેદ પારડીવાલાએ પડકારેલ કારણ કે સેશન્સ કોર્ટે મેજીસ્ટ્રેટ કોર્ટને ફરિયાદ નોંધવા હુકમ કરેલ અને મેજીસ્ટ્રે કોર્ટે જાતે ફરિયાદ ચલાવવાને બદલે સીધી પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરવા હુકમ કરેલ પરંતુ અરજી દાખલ કર્યા બાદ સુનાવણી પહેલાજ પોતે જજ તરીકે નીમાયેલા. ત્યારબાદ અન્ય વકીલ શ્રી શાલીન મહેતાએ સુનાવણી કરેલ અને નાં. જસ્ટીસ એમ. આર.શાહ એ રજીસ્ટ્રાર વતી કરેલ અરજી રદ કરેલ. દરમ્યાન તિસ્તા સેતલવાડે નાં. સેશન્સ કોર્ટમાં થી આગોતરા જામીન મેળવ્યા હતા જે હુકમ ગુજરાત સરકારે નાં. હાઈકોર્ટમાં પડકારેલ પરંતુ તે દરમ્યાન નાં. સુપ્રિમ કોર્ટે ફરિયાદ સ્થગીત કરેલ અને છેક ૭ વર્ષ બાદ ડિસેમ્બર ૨૦૧૭ માં સુપ્રિમ કોર્ટે તિસ્તા સેતલવાડ ની અરજી નો નિકાલ કરી એવો હુકમ કરેલ કે સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી તીસ્તા સેતલવાડ પાછી ખેંચે છે અને જરૂર પડે તો નીચલી અદાલતોમાં કાયદામાં જોગવાઈ મુજબ અરજી કરી શકે છે . આમ સાત વર્ષ બાદ આ કેસ ફરી વખત પ્રકાશમાં આવ્યો છે.