(એજન્સી)             તા.૨૦

૩૫૪ વર્ષના લાંબા સમયગાળા બાદ છત્રપતિ શિવાજી મહારાજ હવે ટૂંક સમયમાં આગ્રા પરત આવશે. તેમણે આગ્રાની છેલ્લી મુલાકાત લીધી ત્યારે તેમને નજરકેદ કરવામાં આવ્યા હતાં અને આ રીતે તેમને અપમાનિત કરાયાં હતાં પરંતુ આ વખતે વિજેતા મરાઠા યોદ્ધા અને રાજાને એક હીરો જેવો આવકાર પ્રાપ્ત થશે.

તેમનું ભવ્ય તાજમહાલના પૂર્વીય દરવાજા બહાર એક સંપૂર્ણ મ્યુઝિયમ ઊભુ કરવામાં આવશે. ઇતિહાસકારો આગ્રા સાથે શિવાજીના કનેક્શન અંગેની જુદી જુદી વાતો કરે છે. આગ્રામાં લડત દરમિયાન શિવાજીને નજરકેદ કરાયાં હતાં અને આ નજરકેદ દરમિયાન શિવાજીએ કેટલાક સુરક્ષા રક્ષકોને મિત્રો બનાવ્યાં હતાં. શિવાજીએ પોતાના ૯ વર્ષના પુત્ર સંભાજી સાથે નાસી જવાનો પ્લાન બનાવ્યો હતો. તેઓ શહેરમાં ગરીબ બ્રાહ્મણો માટે દાન ધરાવતી મોટી બાસ્કેટમાં ત્યાંથી નાસી છૂટ્યાં હતાં. મોગલોની ચુંગાલોમાંથી બહાર આવ્યાં બાદ શિવાજીએ મોગલો સાથે કરેલા કરારનો ભંગ કર્યો હતો. ત્યાર બાદ શિવાજીએ ૧૬૬૪માં વધુ વિશાળ સેના સાથે હુમલો કર્યો હતો અને સુરતને લૂટ્યું હતું. આથી ઔરંગઝેબે બેચેન બનીને શિવાજી સાથે કામ લેવા માટે પોતાના શક્તિશાળી જનરલ જયસિંહને મોકલીને વળતો જવાબ આપ્યો હતો. શિવાજી મોગલોના જાગીરદાર બનવા તૈયાર થયાં હતાં. આમ યોગી આદિત્યનાથ જેવા લોકો એવું મનાવવાનો પ્રયાસ કરે છે કે ઔરંગઝેબ અને શિવાજીનો સંઘર્ષ ધાર્મિક હતો. વાસ્તવમાં આ સંઘર્ષ સત્તા માટેનો હતો. શિવાજીએ બીજાપુર અને ગોલકોંડા જેવા મુસ્લિમ રાજ્યોને જોડ્યાં હતાં અને પોતાના સૈન્યમાં પણ મુસ્લિમોની ભરતી કરી હતી.

તેમ છતાં ઔરંગઝેબની નીતિઓથી  હિંદુઓ રોષે ભરાયા હતાં. આમ જો શિવાજીનું આગ્રામાં મ્યુઝિયમ બનાવવું હોય તો અલગ પ્રકારનું બનાવો. આમ તો મ્યુઝિયમ માટે મોગલો વધુ પાત્ર છે.

– મોહંમદ વાજીહુદ્દીન