(સંવાદદાતા દ્વારા) છોટાઉદેપુર, તા.૧૭
છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાયરસ સામેની ઝુંબેશ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં પ્રજાજનોએ ડરવાની જરૂર નથી. પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી લેવામાં આવતા પગલાને સાથ આપી સહકાર આપવાની અપીલ કરવામા આવી હતી.
દુનિયાભરમાં કોરોના વાયરસને લઈ એક ભયનો માહોલ ઊભો થવા પામ્યો છે. છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર તરફથી જિલ્લામાં તકેદારી તેમજ જાગૃતતા કેળવવા માટેના આશયથી જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે સંકલન હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવેલ કે પ્રવર્તમાન પરિસ્થિતિ સુધી સમગ્ર ગુજરાતમાં એક પણ કોરોના વાયરસનો કેસ પોઝિટિવ મળી આવેલ નથી. પરંતુ તે માટે પ્રિપેરેશન રહેવું જરૂરી છે. જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતાને અપીલ ગુજારવામાં આવી છે કે બિનજરૂરી સામાજિક મેળાવડાઓમાં ભેગા થવું નહીં કે તેવા થતાં આયોજનો ટાળવા જોઈએ, સાથે સાથે વ્યક્તિગત બાબતોમાં જેમ કે નમસ્તે કરવાનો આગ્રહ રાખવો, વારંવાર હાથ ધોવાનું રાખીએ, આંખ, નાક તરફ વારંવાર હાથ અડવાનું ટાળીએ તથા જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગ કોરોના વાયરસ બાબતે સજાગ છે.
કોરોના વાયરસ સંબંધે સજાગ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જિલ્લામાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. તમામ તાલુકા વિકાસ અધિકારીઓને પણ સુચનાઓ આપી દેવામાં આવી છે. સદર ઝુંબશ પણ તા.૧૮/૩/ર૦થી શરૂ કરવામાં આવશે અને સાથે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે અપીલ કરી છે. આ કોન્ફરન્સમાં જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરી સહિત આરોગ્ય સ્ટાફ પણ હાજર રહેલ.