(એજન્સી) તા.૨૯
પૂર્વ રાષ્ટ્રપતિ મરહૂમ ડો. એ પી જે અબ્દુલ કલામનો ફ્રેમવાળો ફોટો દર્શાવીને અશોકકુમારે જણાવ્યું હતું કે આ ફોટો મને માત્ર ૨૦૦ રૂપિયામાં મળ્યો. અશોકકુમારને ગર્વ એ વાતનો હતો કે તેમને આ ફોટો મળી શક્યો. નજીકની દુકાનમાં ડો.અબ્દુલ કલામનો આ છેલ્લો ફોટો બચ્યો હતો. ૨૭, જુલાઇએ અબ્દુલ કલામની પુણ્યતિથિ પર બાકીના બધા ફોટા વેચાઇ ગયા હતા. એ દિવસે સાંજે અશોકકુમાર અને ઉઝહુથિવકમ એસોસિએશનના સાથી સભ્યોએ શહેરના ખૂણે કલામના ફોટાને હારતોરા કર્યા હતા અને બાળકોને કેન્ડી વહેંચી હતી. ઉઝહુથિવકમમાં હિંદુઓની બહુમતી છે અને મધ્યમવર્ગના લોકો વસે છે. તેના નાગરિકોએ તાજેતરમાં એક એસોસિએશન પણ બનાવ્યું હતું કે જેથી તેઓ સફાઇ કામગીરી હાથ ધરી શકે છે. વૃક્ષારોપણ પણ કરી શકે છે અને ભૂગર્ભીય શિવરેજ વર્ક કરી શકે છે. તામિલનાડુમાં અબ્દુલ કલામ સાથે સંકળાયેલા સેંકડો વિસ્તારોમાં ઉઝહુથિવકમ એક છે. આજે પણ આ વિસ્તારમાં કલામની લોકપ્રિયતા પ્રવર્તે છે. જ્યાં કલામનો જન્મ થયો હતો તે રામેશ્વરમમાં ૨૭, જુલાઇની સાંજે કલામ મેમોરીયલમાં રોશની કરવામાં આવી હતી. તામિલનાડુમાં કલામની સાદગીની આજે પણ સરાહના કરવામાં આવે છે. કલામ આજે તામિલનાડુના મતદારોને જાણીતા એવા ધ્રુવીકરણ રાજકીય હસ્તીઓની તદ્દન વિરોધાભાસી વ્યક્તિત્વ ધરાવતાં હતા. આજના ધ્રુવીકરણ સમયમાં એપીજે અબ્દુલ કલામની વિરાસત સેક્યુલર ધોરણે વિવિધ સમુદાયોને એક બીજા સાથે જોડે છે. દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિનો ધર્મ પણ એક એવું પરિબળ છે જે તેમના વ્યક્તિત્વને પરિભાષિત કરે છે. જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ચેન્નઇના સ્લમ વિસ્તારોમાં તમિળોએ તેમનો શ્રદ્ધાંજલિ આપતાં પોસ્ટર્સ લગાવ્યાં હતા.