(એજન્સી) તા.૨૧
ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સુરક્ષાવ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી હતી અને તેમનો જીવ જોખમમાં હોવા છતાં સુરક્ષાવ્યવસ્થા માટેની વિનંતીને તત્કાલિન સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી હતી. એ બાબત યાદ કરવાની આજે કોઇને સહેજપણ પરવા નથી. ૧૯૮૪માં તેમની પ્રથમ સંસદીય ચૂંટણીઓમાં કોંગ્રેસને ૪૦૦થી વધુ બેઠકો મળી હોવા છતાં રાજીવ ગાંધીને તે બાબતનું સહેજપણ અભિમાન કે અહંકાર નહોતો. પોતે ૪૧ વર્ષની નાની વયે ભારતના વડાપ્રધાન બની જશે એની કોઇ કલ્પના પણ કરી નહોતી. ૧૯૮૯ની સંસદીય ચૂંટણીઓમાં તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓએ તેમને બેફામ ગાળો પણ બોલી હતી, તેમ છતાં તેમણે ક્યારે પણ તેમની વિરૂદ્ધ એક શબ્દ બોલ્યા નહોતા અને તેમનું ક્યારેય જાહેરમાં અપમાન પણ કર્યું નહોતું. ૧૯૮૯ની ચૂંટણીઓમાં તેમનો પરાજય થયા બાદ તે વધુ સૌમ્ય થઇ ગયા હતા, તે સમયે કોંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તત્કાલિન રાષ્ટ્રપતિ આર. વેકંટરામને તેમને કેન્દ્રમાં સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેણે એમ કહીને રાષ્ટ્રપતિની ઓફરને નકારી કાઢી હતી કે, નૈતિક રીતે જનાદેશ તેમની વિરૂદ્ધ આવ્યો છે. રાજીવ ગાંધીએ તે સમયે સરકાર રચવાનો ઇનકાર કરવાનો જે સૌજન્ય દાખવ્યો હતો એવી તે સમયના કોઇપણ રાજકીય દાખવ્યું ન હોત. આ પ્રકારની પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ શું કર્યું હોત તેની કોઇ કલ્પના કરી શકે તેમ નથી. મોદીએ તો તરત જ સરકાર રચવાનું આમંત્રણ સ્વિકારી લીધું હોત અને બાકી ખૂટતા સાંસદોનો ટેકો મેળવવા તેમના ગંદા રાજકારણની તમામ યુક્તિઓ અજમાવી હોત. રાજીવ ગાંધી એક જેન્ટલમેન રાજકારણી તો હતાં જ પરંતુ કોમ્યુટર ક્રાંતિ અંગેની તેમની દીર્ઘદૃષ્ટિ બદલ ભારત સદા તેમનું ઋણી બની રહેશે. ભારતને આધુનિક, પ્રગતિશીલ અને આત્મનિર્ભર બનાવીને ભારતને ૨૧મી સદીમાં લઇ જવાના વિચાર સાથે તેમને ભારે વળગણ હતું, કહો કે આ વિચાર સાથે તેમને ભારે આશક્તિ હતી. સત્તામાં આવ્યાના થોડા સમયમાં જ તેમને સમજાઇ ગયું હતું કે, ૨૧મી સદીમાં કોમ્પ્યુટર ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે તેમ છે. ત્યારબાદ તેમણે ભારતના લોકો પણ કોમ્પ્યુટરના ઉપયોગને સ્વિકારી લે તે માટે પોતાની સઘળી તાકાત લગાવી દીધી હતી, કેમ કે, ટૂંક સમયમાં જ કોમ્પ્યુટર સમગ્ર વિશ્વના લોકોમાં આમૂલ પરિવર્તન લાવવાનું હતું. જો કે, કોમ્પ્યુટરની મદદથી લોકોના જીવનમાં લાવેલા પરિવર્તન બાદ તેમને વ્યક્તિગત અને રાજકીય એમ બંને પ્રકારની ભારે કિમંત ચૂકવવી પડી હતી. તેમના રાજકીય હરિફોએ કોમ્પ્યુટર ક્રાંતિ બદલ તેમની ભારે ટિકા કરી હતી, પરંતુ તે તેમના હરિફો સામે સહેજપણ ઝૂક્યા નહોતા કેમ કે, તેમને ખબર હતી, તે જે કાંઇ કરી રહ્યા છે, તે રાષ્ટ્ર માટે કરી રહ્યા છે. તેમના રાજકીય હરિફોએ તો તેમને કોમ્પ્યુટર બોયનું હુલામણુ નામ પણ આપી દીધું હતું. રાજીવ ગાંધી એક એવા નિર્દોષ વ્યક્તિ હતા, જેમણે તમામ લોકો ઉપર આંખો બંધ કરીને વિશ્વાસ કરી લીધો હતો. તેમના અનેક મિત્રોએ તેમની પીઠ પાછળ ખંજર ભોંક્યું હતું, પરંતુ તે ક્યારેય તેમની વિરૂદ્ધ એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નહોતો.
રાજીવ ગાંધીને ખબર પડી ગઇ હતી કે, તેમની હત્‌ થઇ શકે છે. તેમની હત્યાના થોડા સમય પહેલાં જ પેલેસ્ટાઇનના તત્કાલિન વડા યાસર અરાફતે તે સમયે પેલેસ્ટાઇનના એક રાજદૂત ડો. ખાલીદ અલ. શેખને નવી દિલ્હી એવી બાતમી આપવા મોકલ્યા હતા કે, એલટીટીઈના ત્રાસવાદી હત્યારાઓ તેમનું મિશન પૂરૂં કરવા ભારત પહોંચી ચૂક્યા છે. ઘટના બાદ કોંગ્રેસે રાજીવ ગાંધીને મજબૂત સુરક્ષાવ્યવસ્થા પૂરી પાડવાની વિનંતી કરી હતી, પરંતુ તે વિનંતી તત્કાલિન સરકારના બહેરા કાને અથડાઇને પાછી ફરી હતી. છેવટે આ જેન્ટલમેન રાજકારણીની તેમની કારકિર્દીની ટોચે એલટીટીઇના હત્યારાઓએ હત્યા કરી નાંખી હતી.