કોરોના મહામારીને લીધે લાગુ કરાયેલા લોકડાઉનથી અનેક લોકો આર્થિક સંકડામણમાં આવી ગયા છે. જો કે, અનલોક બાદ પણ બજારો મંથર ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે આર્થિક ભીંસમાં આવી ગયેલા લોકો કોઈપણ ધંધો કે મજૂરી કરવા તૈયાર થઈ જાય છે. આવું જ કંઈક અમદાવાદમાં બન્યું છે. શહેરના માણેકચોક સોના-ચાંદી બજારનો કચરો લઈ જઈને સાફ કરી તેમાંથી આવક રળતા મજૂરો તકલીફમાં આવી ગયા. મહામારીમાં માણેકચોકનો કચરો તેમને મળવાનો બંધ જઈ જતાં મજૂરોએ આજીવિકા માટે વૈકલ્પિક રસ્તો અપનાવ્યો છે. હવે આ મજૂરો શહેરના સ્મશાનગૃહોમાંથી અંતિમ સંસ્કાર બાદ તેમની રાખને લાવીને સાફ કરે છે. જેમાંથી સોના-ચાંદીના દાગીના, લોખંડ સહિતની ચીજવસ્તુઓ મળે તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.