(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૪
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી આવતીકાલે તા.૨૫મી સપ્ટેમ્બરને બુધવારનાં રોજ સાંજે ચાર કલાકે આણંદની મુલાકાતે આવી રહ્યા છે, અહીયાં તેઓ લોટેશ્વર તળાવ ખાતે અટલ બિહારી વાજપાઈની પૂર્ણ કદની પ્રતિમાની સ્થાપના માટે ખાતમુર્હુત કરશે તેમજ નગરપાલિકા શંકુલ ખાતે પંડીત દિનદયાલ ઉપાધ્યાયજની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી હેલિપેડથી સીધા જ આણંદ શહેરના લોટેશ્વર તળાવ ખાતે આવી પહોંચીને તળાવ ખાતે ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પૂર્ણ કદની પ્રસ્થાપિત થનારી પ્રતિમા માટેની જગાએ ભૂમિ પૂજન અને ખાત મુહૂર્ત કરશે, ત્યારબાદ મુખ્ય મંત્રી આણંદ નગરપાલિકા સંકુલ આવી પહોંચી પંડિત દિન દયાલ ઉપાધ્યાયજીની અર્ધ પ્રતિમાનું અનાવરણ કરશે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી એમ.બી સાયન્સ કોલેજના પટાંગણમાં યોજાનારી જાહેરસભાને સંબોધશે આ જાહેર સભામાં મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય સરકારની યોજના હેઠળ તૈયાર થયેલ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં રૂા.૫.૨૬ કરોડના ખર્ચે બાકરોલ તળાવનું નવીનીકરણ સુંદર તળાવનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અવકુડા નિર્મિત રૂા.૧.૨૦ કરોડના ખર્ચે કૃષિ કોલેજથી દાંડી માર્ગનું લોકાર્પણ કરશે, ત્યારબાદ અમૃત પ્રોજેક્ટ હેઠળ રૂા.૧૬.૮૬ કરોડના ખર્ચે અમૂલ ડેરી રોડ ઉપર તૈયાર થનાર સ્ટ્રોમ વોટર ડેનેજ અને ફૂટપાથનું નવીનીકરણ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીના શુભ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવશે.