દુબઈ,તા.૨૬
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલેકે આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ્સની બેઠક બુધવારના રોજ દુબઇમાં થશે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૩૦ મેથી ૧૪ જુલાઇ સુધી યોજાનારા વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીતા આ બેઠક ખુબ અગત્યની માનવામાં આવી રહી છે.
પુલવામા આંતકવાદી હુમલા બાદ ભારતના વલણને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં ભારત પાકિસ્તાનની સામે મેચ નહીં રમવાનો પ્રસ્તાવ મુકશે.
બીસીસીઆઇ પહેલા જ પાકિસ્તાનને ખેલ સમુદાયમાંથી અલગ-થલગ કરવા માટે આઇસીસીને પત્ર લખી ચૂક્યું છે. સીઇસી બેઠકમાં આઇસીસી વર્લ્ડ કપમાં સુરક્ષાને લઇને ભારતની ચિંતા ને દૂર કરવાના પ્રયત્નો કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આઇસીસી ભારત-પાકની આગામી મેચ સંબંધી કોઇ પણ મુદ્દે ચર્ચા કરવા માંગતું નથી.જણાવી દઇએ કે ભારતીય ટીમને વર્લ્ડ કપમાં પાકિસ્તાનની સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડમાં ૧૬ જૂનના રોજ રમવાનું છે. ગત વખતે બંને ટીમો દુબઈમાં આસમને-સામને થઇ હતી. ત્યારે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.