ભાવનગર,તા.૨૪
રાજ્યપાલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલાધિપતિ ઓમપ્રકાશ કોહલી આવતીકાલ તા.૨૫ માર્ચને રવિવારે ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ રવિવારે સવારે હવાઈ માર્ગે ભાવનગર આવી પહોંચશે. વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી બપોર બાદ રવાના થશે.
મહારાજા કૃષ્ણાકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આયોજિત વાર્ષિક સમારોહમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ખાસ હાજરી આપશે. આ સમારોહ સવારે ૧૧ કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાશે ત્યારબાદ બપોરે ૧૨ઃ૩૦ કલાકે તેઓ ભાવનગરની સરકીટ હાઉસ ખાતે રોકાણ કરશે ત્યારબાદ બપોરે ૧થી ૧ઃ૩૦ કલાક સુધી થેલેસેમિયાના બાળકોને મળશે. ત્યારબાદ સ્થાનિક સરદારનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે યોજાયેલા ઈનામ વિતરણ સમારોહમાં મુખ્યમહેમાન પદે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મોડી સાંજે ભાવનગરના એરપોર્ટ ખાતેથી સ્પેશ્યલ હેલિકોપ્ટર મારફતે ગાંધીનગર જવા રવાના થશે. તેમ ભાવનગર જિલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.