(એજન્સી)
નવી દિલ્હી, તા.૨૧
સામ પિત્રોડાએ તસલીમખાન સાથેની એક મુલાકાતમાં કહ્યું છે કે, જો ભારત આજે રસી બનાવતો સૌથી મોટો દેશ છે, તો તેનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે. પૂર્વ વડાપ્રધાને રસી બનાવવા માટેની ક્ષમતા વિકસાવવા માટે ૩૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી.
ટેકનોક્રેટ કહે છે કે, રાજીવ ગાંધીની પહેલને કારણે જ ભારતે ૨૦ વર્ષ બાદ, પોલિયોને નાબૂદ કરવામાં સફળતા મેળવી હતી.
પૂર્વ વડાપ્રધાનની પુણ્યતિથિ નિમિત્તે શિકાગોના ટેકનોક્રેટને વીડિયો કોલ દ્વારા આપેલા એક સાક્ષાત્કારમાં સી-ડોટ અને ટેલિકોમ કમિશનની સ્થાપના કરનાર પિત્રોડાએ જણાવ્યું હતું કે, રાજીવ ગાંધીને ત્યારે તેઓ પહેલીવાર મળ્યા હતા કે, જ્યારે તેમણે ઇન્દિરા ગાંધીને ફોન કર્યો હતો. અમારી આ મુલાકાત બાદ તેમણે મારા જીવનને નવી વ્યાખ્યા આપી. તેઓ નિષ્ણાંતોને હંમેશા નવા પ્રયોગ કરવાની અને નવિનીકરણ કરવાની સ્વતંત્રતા આપતાં.
પિત્રોડાએ કહ્યું કે, “હું તેમને દરરોજ યાદ કરૂં છું.”
સી-ડોટ અને ટેકનોલોજી મિશનના ભૂતપૂર્વ અધ્યક્ષે કહ્યું કે, તેમની પાસે રાજકીય ઇચ્છાશક્તિ હતી અને તેમણે આઇઆઇટીનું શિક્ષણ મેળવનારા ઇજનેરો અને નિષ્ણાંતો સહિતના ૪૦૦ જેટલા લોકોને પ્રયોગ માટે સુવિધાઓ પૂરી પાડી હતી. તેઓ કહે છે કે, જો તે સમયે રાજીવ ગાંધી ન હોત તો અમે સફળ ન થઈ શક્યા હોત.
પિત્રોડાએ સાક્ષાત્કારમાં એવા લોકોની અજ્ઞાનતા પર શોક વ્યક્ત કર્યો હતો કે, જેમણે એવો દાવો કર્યો હતો કે, દેશમાં આઝાદી પછીના ૭૦ વર્ષ દરમિયાન કંઇ પણ પ્રાપ્ત કરી શકાયું નથી. તેમણે ઉમેર્યું કે, “આવા લોકો એ જાણતા નથી કે, તેઓ શું બોલે છે.”