૧પ ઓગસ્ટે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે એક દિવસ માટે જાણે લોકોને સ્વતંત્રતા દિવસની યાદ આવે છે. પરંતુ ગરીબો તો આજે પણ જાણે ગુલામી જેવી જ જિંદગી વિતાવતા હોય તેવું લાગે છે. કેમ કે કામ કરતા ઓછું વળતર આપતા માલિક તેમનું શોષણ કરે છે. તો કયાંક તેમના નામે કેટલીક યોજનાઓનો લાભ લેભાગુ તત્વો ઉઠાવી જાય છે. આવા તો ઘણા કિસ્સા છે. પરંતુ ગરીબોને તેમનો હક્ક ઈમાનદારીથી મળે તે માટે પ્રજા જાગૃત બને તે દિવસ ખરા અર્થમાં ગરીબો માટે સ્વતંત્રતા દિવસ કહેવાશે. પ્રસ્તુત તસવીરમાં રાષ્ટ્રધ્વજ વેચીને પેટીયું રળતી ગરીબ મહિલા પોતાના વ્હાલશોયા બાળકને વરસાદથી બચાવવા પ્લાસ્ટીક ઓઢાડીને તેનું રક્ષણ કરી રહી છે.