(એજન્સી)                   તા.૪

હાથરસની ભયાનકતાની વિરૂદ્ધ કોલકાતામાં રેલી કાઢ્યા પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ યુપીની ભાજપ સરકાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, દલિતો, લઘુમતીઓ અને ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. તેમણે આ પણ કહ્યું હતું કે “કોવિડ એક મહામારી છે પરંતુ સૌથી મોટી મહામારી ભાજપ છે. ભાજપ અત્યાચારોની મહામારી છે અને હું આ અત્યાચારોને રોકવાના દરેક પ્રયત્નને સમર્થન આપીશ. ભાજપ શું વિચારે છે, તમારી પોલીસ અમને પીડિતાના પરિવાર સાથે મળવા નહીં દે. હું કાલે તે પરિવારને મળી શકું છું અને તમને ખબર પણ નહીં પડે. હાથરસની દીકરી અમારી દીકરી છે. જો આપણે દેશને આગળ વધારવો હશે તો દલિતો અને લઘુમતીઓના પડખે ઊભા રહેવું પડશે. આજે હું હિંદુ નથી પરંતુ એક દલિત છું.”