(એજન્સી) તા.૧૫
આઝાદી પહેલાં ગામડાઓના રીત-રિવાજ ટ્રેનોમાં પણ લાગુ હતા. ટ્રેન ચાલવાના શરૂઆતી દિવસોમાં રેલવે સ્ટેશનો પર હિન્દુ અને મુસ્લિમ ટી-સ્ટોલ હોતા હતા. ટ્રેનમાં પાણી પીવડાવવા માટે કર્મચારી તૈનાત હતા. પાણી પીવડાવવાનું કામ પ્રવાસીઓને પાણી અને ચા પીવડાવતા હતા. રેલવેના દસ્તાવેજો મુજબ ર૦મી શતાબ્દીના શરૂઆતી દિવસોમાં ધાર્મિક ભાવાનઓને જોતા હિન્દુ અને મુસ્લિમ માટે જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સમયમાં લોકોને પ્રવાસ દરમ્યાન આભડછેટથી સમસ્યા હતી. પ્રવાસ દરમ્યાન લોકોને મુશ્કેલી ના થાય માટે જુદા-જુદા ધર્મના લોકોને પાણી પીવડાવવાળા લોકો ઊભા કરવામાં આવ્યા હતા. આઝાદી પછી ધીમે-ધીમે પરિવર્તન આવ્યું એક જ પ્રકારના સ્ટોલ થવા લાગ્યા ત્યાં તમામ જાતિ ધર્મના લોકો ચા અને પાણી પીવા લાગ્યા. વર્તમાન સમયમાં હવે ખાણીપીણીના પણ સ્ટોલ થઈ ગયા છે.