ટંકારિઆ, તા.ર૯
દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં હજુ હમણાં જ ટંકારિઆના યુવાનોનું અપહરણ કરી આઠ લાખ રેન્ડ લૂંટી લેવાયાની શાહી હજુ ભૂંસાયી નથી ત્યાં આજે વેન્ડા ટાઉનમાં ચાર નીગ્રો લૂંટારાઓ દ્વારા બંદૂકની અણીએ દુકાનમાં પ્રવેશી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે આશરે સવારે સાડા આઠ વાગ્યાના સુમારે ટંકારિઆ ગામના રૂસ્તમભાઈ કવાડિયા નામના વેપારીએ પોતાની દુકાન ખોલી અને તરત જ ચાર નીગ્રો લૂંટારાઓ બંદૂક લઈને પ્રવેશ્યા હતા અને રૂસ્તમભાઈ તથા તેમની પાસે કામ કરતા વર્કરોને બંદૂકની અણીએ પર બાનમાં લઈને દુકાનમાં લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર આવા લૂંટના બનાવો વેન્ડા ટાઉનમાં ખૂબ જ વધી રહ્યા છે અને મુખ્ય ટાર્ગેટ નીગ્રો લૂંટારાઓ ગુજરાતી વેપારીઓને બનાવી રહ્યા છે.