(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૯
આણંદ વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના હસ્તે ગામડી ગામે ખાસ મરામત યોજનામાં ગુજરાત સરકારમાં રજૂઆત કરતા વહીવટી મંજૂરી મળતા રૂા.૩૦ લાખના ખર્ચે ગામડી ગામે ઉમરડા રસ્તો સી.સી.રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તો ઘણો જ જર્જરિત હતો. નવીન રોડ મંજૂર થતાં સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે. આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જિલ્લા પંચાયત કારોબારી સભ્ય રાજુભાઈ તાંત્રિક તથા યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ રાજેશકુમાર આર. સોઢા પરમાર તથા ઈસ્માઈલભાઈ સરપંચ, ચાવડા જશભાઈ (ઉપસરપંચ), રાજુભાઈ પરમાર (પૂર્વ ઉપસરપંચ), અર્જુનભાઈ વાઘેલા (પૂર્વ તા.પણ સભ્ય), નરેન્દ્ર ચૌહાણ ગુણવંતભાઈ મકવાણા, રઈજીભાઇ ગોહિલ, રણછોડભાઈ પરમાર, રમેશભાઈ જીવણભાઈ તથા જાદવ (પૂર્વ પં. સભ્ય) સુરેશ ચાવડા, પ્રવિણભાઇ મેકવાન, રાજેશભાઈ પરમાર તથા ઉપેન્દ્ર ચૌહાણ, અશરફભાઈ વ્હોરા, રમણભાઈ મીઠાભાઈ સોલંકી, રમેશભાઈ તફ્રપદા દલપતભાઈ ગોહેલને અન્ય ગામડી ગામના મોટી સંખ્યામાં આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.