(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૧
આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કોરોના મહામારીને લઈને ખ્રિસ્તી સમુદાય દ્વારા સાદગીપુર્ણ રીતે અને શાંતિપુર્વક નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આજે સવારે છ વાગે ચાવડાપુરા સ્થિત દેવળમાં ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ કોવીડ-૧૯ નાં નિયમોનું પાલન કરતા જુદા જુદા ત્રણ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ખ્રિસ્તી સમુદાય એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મળતી વિગતો અનુસાર કોરોના મહામારીને લઈને આજે ખ્રિસ્તી સમુદાય દ્વારા નવા વર્ષની સાદગીપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાત્રીના બરાબર બાર વાગે ખ્રિસ્તી સમુદાયએ પોતપોતાના ઘરોમાં રહીને નવા વર્ષને આવકારી ૨૦૨૦ ના વર્ષને બાય બાય કર્યું હતું. તેમજ મોબાઈલ ફોન અને વોટ્સઅપના માધ્યમથી એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આણંદના ચાવડાપુરા ખાતે દેવળમાં આજે સવારે છ વાગે સવારે ૭-૩૦ વાગે અને બપોરે બાર વાગે મુખ્ય પુરોહિત ફાધર જસ્ટીનના નેતૃત્વમાં ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો.
Recent Comments