(સંવાદદાતા દ્વારા)    આણંદ, તા.૩૦
પોતાનું ન વિચારતા સમાજના દરેક વર્ગનું વિચારીને આગળ વધવું જોઈએ, હરહંમેશ નાત-જાતના ભેદભાવ ભૂલીને જરૂરીયાતમંદની પડખે ઉભા રહેવુ એજ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈ, આ શબ્દો છે ખોજા સમાજના અગ્રણી સામાજીક કાર્યકર અને હાલ આણંદના રહીશ રાજુભાઈ હાલાણીના છે. દરેક સમાજના ખાસ કરીને ગરીબ મધ્યમ વર્ગને અને જરૂરિયાતમંદોની સેવા કરનાર રાજુભાઈ હાલાણીને દરેક સમાજ પ્રત્યેના પોતાના  વિશિષ્ટ યોગદાન બદલ તેમજ તેઓની કોરોનાની મહામારી દરમિયાન લોકસેવા, બેટી બચાવો બેટી પઢાવો, સ્વસ્છતા અભિયાન અને શિક્ષણયજ્ઞમાં નોબેલ યોગદાન બદલ ટાઈમ્સ ગ્રુપ દ્વારા ટાઈમ્સ ગુજરાત આઈકોન ૨૦૨૦ અંતર્ગત રાજુભાઈ હાલાણીને રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નોબેલ સોશ્યલ સર્વિસ એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.  ટાઈમ્સ ઓફ ઈન્ડિયા આયોજીત ટાઈમ્સ ગુજરાત આઈકોન ૨૦૨૦ અંતર્ગત સમાજ સેવક તેમજ હરહંમેશા જરુરીયાતમંદોની પડખે ઉભા રહેતા અને કોરોનાની મહામારીમાં લોકસેવા, બેટી બચાવો બેટી પઢાવો, સ્વસ્છતા અભિયાન અને શિક્ષણયજ્ઞમાં ગરીબ અને જરુરીયાતમંદ વિદ્યાર્થીઓને સહાયરુપ બની સમાજના દરેક વ્યક્તિને જરુરીયાત સમયે યથાશક્તિ યોગદાન આપનારા સમાજસેવક રાજુભાઈ હાલાણીને તાજેતરમાં યોજાયેલા એક સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે નોેબેલ સોશ્યલ સર્વિસ એવોર્ડ એનાયત કરી તેઓની સમાજ પ્રત્યેની સેવાઓને બિરદાવામાં આવી હતી.