(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧
આણંદ તાલુકાના રામનગર પાટીયા પાસે નેશનલ હાઈવે નં. ૪૮ પર આજે સવારનાં સુમારે પુરપાટ ઝડપે જતો આઈસર ટેમ્પો આગળ જતી ટ્રક કન્ટેનરની પાછળ ધડાકા ભેર અથડાતાં આઈસર ટેમ્પોનો લોચો વળી ગયો હતો અને ટેમ્પોની કેબીનમાં બેઠેલા કંડકટર અને મજુરને ગંભીર ઈજાઓ થતાં બન્નેનાં ઘટના સ્થળે જ મોત નીપજયાં હતાં જયારે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી વીગતો અનુસાર રામનગર પાટીયા પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલી આઈસર ટેમ્પોના ચાલકે આગળ જતી ટ્રક કન્ટેનરની પાછળ આઈસર ટેમ્પો અથડાવતાં આઈસર ટેમ્પોનો લોચો વળી ગયો હતો અને ટેમ્પોની કેબીનમાં બેઠેલા કંડકટર જયેશભાઈ (ઉ.વ.૨૫) અને મજુર ચંદનભાઈ ગંભીર ઇજાઓ પહોંચતા ધટના સ્થળેજ મોત નિપજયા હતા,જયારે ટેમ્પોનાં ચાલક ભરતભાઈ ચૌહાણને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઈને આસપાસમાં રહેતાં લોકો દોડી આવ્યાં હતાં અને ઘટનાની જાણ થતાં ખંભોળજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટેમ્પો ચાલક ભરતભાઈ કલ્યાણભાઈ ચૌહાણ ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.