આણંદ, તા.૮
બોરસદ તાલુકાના કઠાણા ગામની ખુમાનપુરા સીમ વિસ્તારમાં રહેતા શાંતાબેન રામસિંહભાઈ અને ચંદુભાઈ પરમાર પોતાના ખેતરમાં ગયા હતા. ત્યારે દીપડાએ અચાનક શાંતાબેન તેમજ ચંદુભાઈ પર હુમલો કર્યો હતો અને તેઓને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ શાંતાબેન અને ચંદુભાઈને ત્વરીત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી છે. ત્યારબાદ સંતોષભાઈ સીંધી ખેતરમાં ગયા હતા ત્યારે દિપડાએ સંતોષભાઈને ઈજાઓ પહોંચાડી હતી. આમ દીપડાએ ત્રણ જણા પર હુમલો કર્યાની ઘટનાને લઈને લોકો ખેતરમાં જતા પણ ભય અને દહેશત અનુભવી રહ્યા.