(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૭
આણંદ શહેરમાં સરદારગંજ વિસ્તારમાં આવેલા બળીયાદેવ મંદીર પાસે જીઓ કંપનીનાં મોબાઈલ ટાવર પર આજે સાંજનાં સાડા ચાર વાગ્યાનાં સુમારે ૩૫ વર્ષનાં આસરાનો યુવક ચઢી ગયો હતો અને જેને જોઈને આસપાસનાં લોકોએ બુમાબુમ કરી યુવકને નીચે ઉતરી જવા જણાવ્યું હતું તેમ છતાં યુવક નહી ઉતરતા નજીકમાંથી ફાયર બ્રિગેડનાં લાસ્કરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓ મોબાઈલ ટાવર પર ચઢેલા અજાણ્યા યુવકને નીચે ઉતારવા પ્રયાસો હાથ ધરે તે પહેલા જ યુવકે મોબાઈલ ટાવર પરથી મોતની છલાંગ મારી દેતા યુવક નીચે પટકાયો હતો અને તેને માથામાં ગંભીર ઇજાઓ થતા ધટના સ્થળે જ મોત નિપજયું હતું, પોલીસને જાણ કરતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અજાણ્યા યુવકનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે હોસ્પીટલમાં ખસેડી આ બનાવ અંગે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.