(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૮
આણંદ શહેરનાં પાધરીયા વિસ્તારની એન્ટરપ્રાઈઝ સોસાયટીમાં રહેતા અને પાલિકામાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં ફરજ બજાવતા પ્રોઢનો કોરોનાં પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા તેઓનાં પરિવાર તેમજ તેઓનાં કલોઝ સંપર્કમાં આવેલા ૧૨ વ્યકિતઓનાં સેમ્પલ લઈને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા,જેઓનાં આજે કોરોનાં નેગેટિવ રિપોર્ટ આવ્યા છે.
આજે આણંદ ખાતે ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરેલ વિસ્તારમાં આરોગ્ય વિભાગની કુલ ૩૮ પેરા મેડિકલ સ્ટાફસ ૯ સુપરવાઈઝર અને ૨૩ મેડિકલ ઓફિસરઓ દ્વારા કુલ ૩૯૧૯ ઘરોની મુલાકાત લઇ ૨૩૫૧૪ વસ્તીનો આવરી લઇને હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ પોઝિટિવ આવેલ દર્દીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ કુલ ૧૨ વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા હતા જે તમામ નેગેટિવ આવ્યા છે તેમજ પોઝિટિવ આવેલ દર્દી શ્રી ક્રિશ્ના હોસ્પિટલ કરમસદ ખાતે આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે જેની સ્થિતિ હાલ સ્ટેબલ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉમેર્યુ હતું.