આણંદ શહેરમાં કલેક્ટર કચેરી ખાતે કોરોના મહામારીને લઈને શાળા ઓમાં ફી માફ કરવાની માંગ સાથે થાળીઓ વગાડી વિરોધ પ્રદર્શન કરતા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એનએસયુઆઈના જિલ્લા પ્રમુખ મોનાર્ક પટેલ સહિત કાર્યકરોની અટકાયત કરી તેઓને ટાઉન પોલીસમથકે લઈ જવામાં આવ્યા હતા અને મુદ્દત પૂર્ણ થયા બાદ તેઓને મુક્ત કરાયા હતા.