(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૧
કેન્દ્ર સરકાર દ્વારા આણંદ જિલ્લાના ગરીબ પરિવારો માટે વિના મૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લામાં ૬૬૭ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. પ્રથમ દિવસે રેશન કાર્ડ ધારકો અનાજ લેવા માટે દુકાને પહોંચ્યા હતા. મોટાભાગની દુકાનો ઉપર સરવર ઠપ્પ હતા. જેના કારણે રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા કલાકો સુધી રાહ જોવી પડતી હતી. જેથી લાંબી લાંબી કતારો પણ લાગી હતી. જેથી સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે થંભનું નિશાન પડતું મુકીને વર્ષો અગાઉ જુની પદ્ધતિ મુજબ અનાજ વિતરણ કરવામાં આવે તો સંક્રમણ પણ ન ફેલાય અને રેશનકાર્ડ ધારકોને સત્વરે અનાજ મળે અને તેઓને ધક્કા ખાવા ન પડે. તે માટે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આણંદ શહેરમાં આવેલી ૨૯ જેટલી સસ્તા અનાજની દુકાનો ઉપર વહેલી સવારથી રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે. તેવી જાહેરાત સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમાં કાર્ડના એકી બેકી નંબરના આધારે વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે આજે સવારથી રેશનકાર્ડ ધારકો અનાજ લેવા માટે સસ્તા અનાજની દુકાનો ઉપર પહોંચી ગયા હતા. પરંતુ કેટલીક જગ્યાએ તો સરવર ઠપ્પ હોવાથી દુકાનદાર નવરા બેસી રહેલા જોવા મળ્યા હતા. જ્યારે રેશનકાર્ડ ધારકોની લાંબી લાંબી કતારો લાગી ગઈ હતી.
આણંદમાં રેશનિંગ દુકાનોમાં સર્વર ઠપ્પ થતાં અનાજ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ

Recent Comments