(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૧૨
લોકડાઉનનાં ૭૫ દિવસ બાદ રાજય સરકાર દ્વારા મસ્જીદો ખોલવા અને ગાઈડ લાઈન અનુસાર માસ્ક પહેરી તેમજ સોસ્યલ ડિસ્ટન્સ જાળવીને નમાઝ પઢવા માટે આપેલા આદેશ અનુસાર આણંદ જિલ્લામાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈન અનુસાર નિતી નિયમોનું પાલન કરતા મસ્જિદોમાં માસ્ક પહેરીને તેમજ સોસ્યલ ડીસ્ટન્સનું પાલન કરતાં જુમ્માની નમાઝ અદા કરી કોરોના મહામારીનાં નાશ માટે દુવાઓ ગુજારી હતી.
આ અંગે જુમ્માની નમાઝ અદા કરાવ્યા બાદ જુમ્મા મસ્જીદનાં ઈમામ મોલાનાં લુકમાન તારાપુરીએ કહ્યું હતું કે રાજય સરકારની ગાઈડ લાઈન અને નિતી નિયમોનું પાલન કરતા આજે જુમ્માની નમાઝ અદા કરવામાં આવી હતી,મુસ્લિમ બિરાદરો માસ્ક પહેરીને જ નમાઝ પઢવા માટે આવ્યા હતા,તેમજ સોસ્યલ ડીસ્ટન્સનું પણ ખુબ જ કડકાઈથી પાલન કરીને નમાઝ અદા કરવામાં આવી હતી, તેમજ નમાઝ બાદ કોરોના મહામારીમાંથી દેશ મુકત થાય દેશનો વિકાસ થાય અને દેશવાસીઓ કોરોનાં મુકત થઈ સ્વસ્થ બને તે માટે વિશેષ દુવા કરવામાં આવી હતી.
જમીઅતે ઉલેમાએ હિંદનાં સેક્રેટરી એમ જી.ગુજરાતીએ પણ મુસ્લિમ બિરાદરો દ્વારા હાથ સેનેટાઈઝથી સાફ કરી મસ્જિદમાં પ્રવેશ કરી સોસ્યલ ડીસ્ટન્સનું પાલન કરતા નમાઝ અદા કરી હતી, માસ્ક પહેરીને જ નમાઝ અદા કરી હતી.