(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૧૧
આણંદ શહેર સહિત જીલ્લાભરમાં અનલોક-૨ બાદ કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૭૨ કલાકમાં જિલ્લામાં કોરોના પોઝીટીવના ૩૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે વધતું જતું કોરોના સંક્રમણ ચિંતાજનક છે. આજે કોરોના પોઝીટીવના વધુ ચાર કેસ નોંધાયા છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં લોકડાઉન દરમિયાન કોરોના પોઝીટીવના કેસો નિયંત્રણમાં જોવા મળ્યા હતા પરંતુ અનલોક-૧ અને ૨ બાદ મળેલી છુટછાટને લઈને કોરોના સંક્રમણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે અને દરરોજ કોરોના પોઝીટીવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અને જેમાં કોરોના પોઝીટીવના દર્દીઓની સારવાર કરતા તબીબો પણ ભોગ બની રહ્યા છે.આજે આણંદ જિલ્લામાં વધુ આઠ કોરોનાં પોઝીટીવનાં કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવના આજે વધુ ઈ” કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા આઠ પોઝીટીવ દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં, એક દર્દી ખંભાતના કાર્ડીયેક હોસ્પિટલમાં, એક દર્દી ગોત્રીની હોસ્પિટલમાં, બે દર્દીઓ વડોદરાના એમએમસીમાં અને એક દર્દી આણંદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે પૈકી પાંચ દર્દીઓ ઓક્સિજન પર અને ત્રણ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. બોરસદ તાલુકામાં અનલોક-૧ અને ૨ માં કોરોના સંક્રમણ ફેલાયું હતું. લોકડાઉન દરમિયાન એક પણ કેસ નોંધાયો. અનલોક-૧ માં ચાર કેસ નોંધાયેલા ત્યારે અનલોક-૨ માં બોરસદ શહેર અને તાલુકામાં ૨૭ કેસ નોંધાયા છે. આમ બોરસદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધુ તેજ બન્યું છે. હાલમાં સંજોગોમાં ૩૦ થી ૩૫ વ્યક્તિઓના શંકાસ્પદ સેમ્પલ તપાસવામાં આવ્યા છે. જેના રીપોર્ટ આવવાના બાકી છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા બોરસદ પંથકની ગંભીરતાને લઈ બોરસદની અંજલી હોસ્પિટલમાં કોવીડ સેન્ટર ફાળવવામાં આવ્યું છે. અનલોક-૨ માં આણંદ, બોરસદ વિસ્તારમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે ખંભાતનો આંકડો ૧૫૦ થી વધુ વટાવી ચુક્યો છે. જોકે અનલોક-૨ માં ખંભાત શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. દરે ચાર-પાંચ દિવસે છુટાછવાયા કેસો મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને સ્થાનિક પાલિકા તંત્ર તથા પંચાયત દ્વારા લોકજાગૃતિ માટે સતત પ્રયાસ કરવા છતાં લોકો કોરોનાની ગંભીરતાને સમજતા નથી અને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. તેના કારણે કેસમાં વધારો થઈ રહ્યો છે. જે ચિંતાજનક બાબત છે.આણંદ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ૩૦ થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ખેડા જીલ્લા તો લોકડાઉન દરમિયાન માત્ર છ કેસ જ મળ્યા હતા. પરંતુ અનલોક-૧ અને ૨ માં વિસ્ફોટક બનીને આગળ ધપી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ બાવન કેસ કોરોના પોઝીટીવના મળ્યા છે. જેમાં સૌથી મોટી ચિંતા નડિયાદ શહેરમાં જ ૩૦ થી વધુ કેસ નોંધાયા છે.