(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
આણંદના કરમસદ ગામના યુવકે ફેસબુક પર ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ક્લીપ અપલોડ કરતા આણંદ જિલ્લાના સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા યુવાન સામે આઈટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સોશિયલ મીડિયા ફેસબુક પર આજથી સાત માસ પૂર્વે કરમસદના એક યુવાન દ્વારા ચાઈલ્ડ પોર્નોગ્રાફીની ક્લીપ અપલોડ કરવામાં આવી હતી. જેની ફેસબુકના સાયબર વિભાગના ધ્યાન પર આવતા તેઓએ જે મોબાઈલ ફોન પરથી આ ક્લીપ અપલોડ થઈ હતી તેનો નંબર શોધી કાઢી આ બાબતે તપાસમાં ગુજરાતનો મોબાઈલ નંબર હોવાનું જણાતા ફેસબુક દ્વારા ગુજરાત પોલીસ વડાને જાણ કરવામાં આવતા રાજ્યના પોલીસ વડા દ્વારા આ અંગે આણંદ જિલ્લાના પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી અને આણંદના સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા તપાસ કરતા આ મોબાઈલ ફોન બાકરોલ ગામે રહેતી એક મહિલાના નામે હોવાનું ખૂલતા વલ્લભવિદ્યાનગર પોલીસ દ્વારા તે મહિલાની તપાસ કરતા આ મોબાઈલ નંબર વાળું સીમ તેનો ભત્રીજો વાપરતો હોવાનું જણાવતા પોલીસે બાકરોલની કરમસદ ખોખર સીમમાં રહેતા સચીન રમેશભાઈ તળપદાએ આ ક્લીપ અપલોડ કરી હોઈ આણંદના સાયબર ક્રાઈમના પીએસઆઈ યુ.બી. પટેલ દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે સચીન રમેશભાઈ તળપદા વિરૂદ્ધ આઈટી એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.