(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૫
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા રાજયનાં પીએસઆઈઓને પીઆઈ પદે બઢતી આપી દિવાળીની ભેટ આપી છે,આણંદ જિલ્લાનાં જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૧૮ બીન હથીયારધારી સંવર્ગનાં ૧૮ પીએસઆઈઓને પી.આઈ પદે બઢતી આપી જુદા જુદા જિલ્લામાં બઢતી સાથે બદલીઓ કરવામાં આવી છે,દિવાળી સમયેજ બઢતી અપાતા પોલીસ અધિકારીઓનાં પરિવારમાં પણ આનંદ પ્રસરી ગયેલો જોવા મળી રહ્યો છે.
જેમાં આણંદ એસઓઓજીમાં ફરજ બજાવતા એન.ડી.નકુમની બઢતી સાથે ખેડા, આણંદ શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા વી.ડી.મંડોરાની અમદાવાદ રૂરલ, જે.એસ.ઝાંબરેની વડોદરા, આર. બી.કટારાની ગાંધીનગર, વિદ્યાનગરના એ.બી.ગોહીલની વડોદરા શહેર, આણંદ રૂરલના ડી.બી.ડાભીની અમદાવાદ, વાસદના ડી.બી.વાળાની વડોદરા રૂરલ ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
મહિલા પીએસઆઇ એલ.એલ.રાજપૂતની એસીબી, એ.એસ ચાવડાની જુનાગઢ, બી.પી.ચૌહાણની વડોદરા શહેર, એન.એમ.આહીરની ગીર સોમનાથ, આર.બી.ચૌહાણની કરાઈ એકેડમી, કે.એલ.ગાંધેની જામનગર, ભાલેજના એમ.એન.દેસાઈની સીઆઇડી ક્રાઇમ, એમ.બી.ભરવાડની સીઆઇડી ક્રાઇમ, વી.એચ.જાડેજાની સીઆઇડી ક્રાઇમ, યુ.જે.જોશીની વડોદરા ખાતે પીઆઇ તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આણંદ જિલ્લામાં પીઆઇનું પ્રમોશન લઇને આવનાર જામનગરના પીએસઆઈ ડી.જી.ચૌહાણ, ખેડાના વાય.આર. ચૌહાણ, એ.જી.ચૌહાણ અને એ.બી.ચૌહાણને મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.