(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૨૫
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં એક જ દિવસમાં કોરોનાં પોઝીટીવનાં ૨૨ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે,જયારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં પોઝીટીવનાં આંકડા છુપાવવા માટે આજે ૮ કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે,જયારે કુલ કેસમાં ૨૨ કેસના વધારા સાથે ૧૮૯ કુલ કેસ બતાવવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેર સહીત જિલ્લાભરમાં કોરોનાં સંક્રમણને રોકવા માટે આરોગ્ય તંત્ર સાવ નિષ્ફળ નિવડયું છે,જેને લઈને અનલોક-૧ બાદ કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે,અને જેને લઈને કોરોનાં પોઝીટીવનાં કેસમાં સતત વધારો થતો જઈ રહ્યો છે, જિલ્લા આરોગ્ય વિભાગની સત્તાવાર યાદીમાં દર્સાવ્યા અનુસાર ગઈકાલે કોરોનાં પોઝીટીવના ૧૬૭ કુલ કેસ દર્સાવવામાં આવ્યા હતા જયારે આજે કુલ કેસની સંખ્યા ૧૮૯ દર્સાવવામાં આવી છે, તે જોતા માત્ર એક જ દિવસમાં કોરોના પોેઝીટીવના ૨૨ કેસ વધ્યા હોવાનું જોવા મળી રહ્યું છે,
આણંદ જિલ્લા આરોગ્ય અધિકારીની સત્તાવાર યાદીમાં એક તરફ કુલ કેસમાં ૨૨ કેસનો વધારો બતાવવામાં આવી રહ્યો છે,ત્યારે બીજી તરફ આજ યાદીમાં આજે ૮ કેસ વધ્યા હોવાનું દર્સાવવામાં આવી રહ્યું છે,જેમાં આણંદ શહેરમાં પોલસન ડેરી રોડ પર મીસફલાહ સોસાયટીમાં ઈકબાલભાઈ વ્હોરા (ઉ.વ.૫૩), સોજીત્રાનાં નવા ચોકમાં પાલિકાના પૂર્વ પ્રમુખ ઈદ્રીસભાઈ અબ્દુલભાઈ વ્હોરા(ઉ.વ.૬૮),આણંદ શહેરમાં ભાલેજ રોડ પર નયાવતન સોસાયટીમાં યુનુસભાઈ ગફુરભાઈ વ્હોરા (ઉ.વ.૬૭), બોરસદ તાલુકાનાં ખાનપુરમાં ઈરફાનશા સુલતાનશા દિવાન(ઉ.વ.૪૪), આણંદ શહેરમાં ૧૦૦ ફુટ રોડ પર મહંમદશા મોતીશા દિવાન (ઉ.વ.૫૫), આણંદ શહેરનાં ભાલેજ રોડ પર ઉમરી નગરમાં અબ્દુલસત્તાર રસુલભાઈ વ્હોરા (ઉ.વ.૭૨),આણંદ તાલુકાનાં વલાસણ ગામનાં મહેન્દ્રભાઈ મણીલાલ પટેલ (ઉ.વ.૭૬),દેવેન્દ્રભાઈ પટેલ (ઉ.વ.૬૬) સહીત આઠનાં કોરોનાં પોઝીટીવ આવ્યા હોવાનું દર્સાવવામાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા આજે આણંદ શહેરમાં કોરોનાં પોજીટીવ વિસ્તારમાં સેનેટાઈઝ કરી તેમજ દર્દીનાં પરિવાર તેમજ આસપાસમાં રહેતા લોકોનું આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જયારે આસપાસનાં વિસ્તારને કન્ટેઇનમેન્ટ કરવામાં આવ્યું હતું