(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૭
કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને પ્રજાની જાગૃતિના અભાવે કોરોનાના કેસો અટકવાનું નામ લેતું નથી. ત્યારે આણંદ, વિદ્યાનગર, માણેજ, બોરસદ, કાવીઠા, મોરડ, પચેગામ અને સામરખામાં આજે વધુ ૧૧ કોરોના કેસ નોંધાયા છે. હવે લોકલ સંક્રમણ વધી રહ્યું છે અને જેમાં વિદ્યાનગર રોડ ઉપર સતકૈવલધામ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતિને કોરોના પાઝિટિવ થયો છે. આજે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કોરોના પોઝિટિવ રીપોર્ટ આવેલા દર્દીઓના પરિવારજનો તેમજ આસપાસમાં રહેતા લોકોના આરોગ્યનું પરીક્ષણ કરી સર્વે કર્યું હતું. તેમજ નગરપાલિકાની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.