(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૬
જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકલ સંક્રમણના કારણે હાલમાં કોરોના પોઝિટિવના કેસોમાં રોકેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ છ કોરોના પોઝિટિવના કેસો નોંધાયા છે. જેમાં નવીનભાઈ નટવરભાઈ ચુનારા (ઉ.વ.૪૮) રહે. રણમુક્તેશ્વર મહાદેવ પાસે શ્રીજીકૃપા સોસાયટીની બાજુમાં ખંભાત, રમેશભાઈ મંગળભાઈ પરમાર (ઉ.વ.૬૦) રહે. બળીયાદેવ મંદિર પાસે બોરસદ, બાનુબીબી મીરસાબમીયા મલેક (ઉ.વ.૭૦) રહે. પરબડી પાસે દાગજીપુરા તા. ઉમરેઠ, જીન્નતબીબી અબ્બાસમીયા મલેક (ઉ.વ.૭૧) રહે. અફીણી મહોલ્લા ભાલેજ તા. ઉમરેઠ, સફીયનનીશા અબ્દુલઅજીજ શેખ (ઉ.વ.૬૨) રહે. હાજી ફજુનો મહોલ્લો ત્રણ લીમડી ખંભાત, કુનહીરમણ નારાયણ નાયર (ઉ.વ.૭૧) રહે. નયન સોસાયટી રેલ્વે ક્રોસીંગ આંબાખાડ રોડ ખંભાતના કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે. આજે નોંધાયેલા છ કેસ સાથે જિલ્લામાં કોરોનાં પોઝિટિવનાં કુલ દર્દીની સંખ્યા ૨૬૦ પર પહોંચી છે, જે પૈકી ૧૯૫ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, તેમજ ૩૩ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે, જેમાં ૩૩ દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં તેમજ બે દર્દીઓ એમએમસી હોસ્પિટલ વડોદરા, એક દર્દી જનરલ હોસ્પિટલ આણંદ, એક દર્દી કાર્ડીયાક કેર હોસ્પિટલ ખંભાતમાં એક દર્દી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે. જેમાં પાંચ દર્દીઓ વેન્ટીલેટર પર ૨૨ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૧ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે.