(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૧૩
આણંદ જિલ્લામાં કોરોના પોઝીટીવ સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોના પોઝીટીવના કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે જીલ્લામાં કોરોના પોઝિટિવના ૯ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ છ કેસ આણંદ શહેરમાં છે. આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને રોજેરોજ પોઝીટીવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે શહેરમાં વધુ નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં નીકુંજ કૌશીકભાઈ ભટ્ટ (ઉ.વ.૨૯, રહે. મોટુ અડદ આણંદ, શૈલેષભાઈ કાંતિલાલ પારેખ) (ઉ.વ. ૩૮, રહે. સાંકડી ગલી શીલીવગો ઉમરેઠ, દશરથભાઈ રઈજીભાઈ શર્મા) (ઉ.વ.૬૩, રહે. રણછોડરાય સોસાયટી મુ. પેટલાદ, શેવુમલ વીજુમલ ખેવાણી) (ઉ.વ. ૬૨, રહે. ગણેશ ચોકડી એસ્સાર પેટ્રોલ પંપ સામે આણંદ શરીફાબેન નુરમહંમદભાઈ મેમણ) (ઉ.વ.૬૨, રહે. નુતનનગર આણંદ, વ્હોરા આરીફ ગુલામભાઈ) (ઉ.વ.૫૪, રહે. પાણીની ટાંકી પાસે આણંદ, રુકશાના સમીઉલ્લાખાન પઠાણ) (ઉ.વ.૬૦, રહે. ભગીની સેવાસમાજ બોરસદ, ઈરફાનાબેન ઐયુબભાઈ વ્હોરા) (ઉ.વ.૪૯, રહે. સહયોગ કોલોની આણંદ, વ્હોરા ઈરફાનભાઈ ઐયુબભાઈ) (ઉ.વ.૩૦, રહે. ઈસ્માઈલનગર આણંદ) સહિત નવના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે. જે પૈકી ચાર દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં અને પાંચ દર્દીઓ વડોદરાના એમએમસી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. આણંદ શહેર સહિત જીલ્લાભરમાં કોરોના પોઝીટીવના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં જીલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા ૮૦ ઉપર પહોંચી છે અને અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૩૨૫ ઉપર પહોંચી છે. આજે આણંદ શહેરમાં છ કેસ નોંધાયા છે જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના પરિવારના સભ્યો અને આસપાસમાં રહેતા લોકો તેમજ તેઓના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના આરોગ્યનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા દર્દીના મકાન તેમજ આસપાસના વિસ્તારને સેનેટાઈઝ કરી વિસ્તારને કન્ટેઈમેન્ટ કર્યું હતું.