(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૩
પવિત્ર રમઝાન માસ બાદ સોમવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ્દુલ ફિત્રની ઉજવણી કરવામાં આવનાર છે. જો કે, આ વખતે લોકડાઉનને લઈને મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોને ઈદગાહોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવશે નહીં, તેમજ ઈદની ઉજવણી પોતાના પરિવાર સાથે સાદગીપૂર્ણ રીતે કરવામાં આવશે. આ અંગે આણંદના મુસ્લિમ અગ્રણી અને જમીઅતે ઉલેમાના જનરલ સેક્રેટરી એમ.જી. ગુજરાતીએ જણાવ્યું હતું કે, હાલમાં લોકડાઉન અને કોરોના સંક્રમણને લઈ મુસ્લિમ બિરાદરો જાહેરમાં એકત્ર થઈ ઈદની નમાઝ અદા કરશે નહીં, તેમજ ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરશે. આણંદના પીરેતરીકત શબ્બીરશાહ ઉર્ફે કારીબાપુ, પીરેતરીકત સૈયદ જલાલીબાપુ કારંટાવાળા, પીરે તરીકત સૈયદ અબરારહુશેન અશરફી, જમીયતે ઉલેમાના જનરલ સેક્રેટરી એમજી ગુજરાતી, જામા મસ્જિદના પેશઈમામ મૌલાના લુકમાન તારાપુરી, મસ્જિદે ઈનઆમના ઈમામ હાફેજ ઈકબાલ, નિવૃત્ત ડીવાયએસપી એમયુ મિરઝા, સરવર ગ્રુપના પ્રમુખ યાવરહુશેન ઠાકોર, હાજી રિયાઝુદ્દીન કાદરી, ઐયુબભાઈ બતોલા, હાજી ઐયુબભાઈ બુઈ, કાઉન્સિલર ઈદ્રીસભાઈ ઉર્ફે ભાણાભાઈ, સલીમશા દિવાન, રોશનબેન મેમણ, એકતા ક્રેડિટ સોસાયટીના મેનેજર વસીમ સૈયદ સહિત વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજને શાંતિપૂર્ણ રીતે સાદગીપૂર્વક લોકડાઉનનું પાલન કરતાા ઈદની ઉજવણી કરવા અપીલ કરી છે.