(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
આણંદ જિલ્લામાં આજે વધુ ચાર કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા છે,જેમાં ખંભાતનાં બે,ઉમરેઠમાં એક અને બોરસદ તાલુકાનાં નાપા ગામની વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે,જેમાં નાપા ગામની વૃદ્ધ મહિલાનું કોરોનાં પોઝીટીવમાં મોત નિપજયું હતું,ઉમરેઠ અને ખંભાતમાં કોરોનાં પોઝીટીવનાં વધુ કેસ મળ્યાની ધટના બાદ તંત્ર દ્વારા કન્ટેઈનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવેલ છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની યાદી અનુસાર આજે આણંદ જિલ્લામાં વધુ ચાર કોરોનાં પોઝીટીવ કેસ નોંધાયા છે,જેમાં ખંભાતનાં લાલ દરવાજા પાસે વાણીયાવાડમાં રહેતી ૬૦ વર્ષિય વૃદ્ધ મહિલા,ખંભાતનાં પીઠ વિસ્તાર સુથારવાડામાં રહેતા ૬૦ વર્ષિય વૃધ્ધ પુરુષ તેમજ ઉમરેઠનાં જાગનાથ ભાગોળ વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષિય વૃદ્ધનો અને બોરસદ તાલુકાનાં નાપા ગામનાં એકતાનગરમાં મસ્જીદ પાસે રહેતી ૬૫ વર્ષિય વૃદ્ધાનો કોરોનાં પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે,જેમાં નાપાની કોરોનાં પોઝીટીવ વૃદ્ધ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજયું છે.આ મહિલાને કોરોનાં પોઝીટીવ ઉપરાંત હાયપર ટેન્સનની પણ તકલીફ હતી.આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાં પોઝીટીવનાં કુલ ૧૦૭ દર્દીઓ નોંધાયા છે, જે પૈકી ૧૧ દર્દીઓનું કોરોનાં પોઝીટીવમાં મોત નિપજયું છે,