આણંદ, તા.૧૭
આણંદ જિલ્લામાં વધુ પાંચ કોરોનાં કેસ નોંધાયા છે. આણંદ શહેરમાં ગુજરાતી ચોકમાં અનાજ દળવાની ધંટી ચલાવતા અલ્તાફભાઈ અનવરભાઈ વ્હોેરા (ઉ.વ.૩૭)નું આવકાર ધંટીની પાછળ રૂહીન પાર્ક સોસાયટીમાં રહેતા તેજુન હસનભાઈ ટીનવાલા (ઉ.વ.૨૯) સો ફુટ રોડ પર રહેતા ઉસ્માનશા દિવાન (ઉ.વ.૩૮) ના કોરોનાં પોઝિટિવ કેસ નોંધાયા છે, જેને લઈને આણંદ નગરપાલિકા અને આરોગ્ય વિભાગની જુદી-જુદી ટીમો ભાલેજ રોડ પર મોટા મદ્રેસા સામે રહેતા અલ્તાફભાઈ વહોરા તેમજ રૂહીન પાર્કમાં તેજુન ટીનવાલાનાં ઘરે દોડી ગઈ હતી અને દર્દીનાં મકાન તેમજ આસપાસનાં મકાનો અને સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું તેમજ બન્ને દર્દીઓનાં પરિવારજનોને પણ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા છે, આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દર્દીનાં પરિવારજનો તેમજ આસપાસમાં રહેતા લોકોનાં પરિવારજનોનાં આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યા હતા. ખંભાત શહેરમાં પણ ચોકસીપોળમાં રહેતા ૭૦ વર્ષનાં વૃદ્ધ તેમજ પીઠબજારમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધનો કોરોનાં પોઝિટિવ રીપોર્ટ આવતા જિલ્લામાં આાજે કુલ પાંચ કોરોનાં પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે ખંભાત ચોકસીપોળમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું.