(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૩૧
આણંદ જિલ્લાની તારાપુર અને ઉમરેઠ તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે તાજેતરમાં પેટા ચુંટણી યોજાઈ હતી. જેમાં સરેરાશ ૬૦.૨૫ ટકા જેટલું મતદાન થયું હતું. ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તારાપુર તાલુકા પંચાયતમાં તો કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વખત આવ્યો છે. જેને લઈને તારાપુર તાલુકા પંચાયતનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે. તારાપુર બેઠક નં.૩માં ૨૬૧૧ મતદારોએ મતદાન કર્યું હતું. તારાપુર તાલુકા પંચાયત કચેરી ખાતે મતની ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર કીંજલબેન ઉદેસિંહ પરમારને ૧૦૮૯ મત તથા ભાજપના જીજ્ઞેશકુમાર બચુભાઈ રાઠોડને ૧૪૮૯ મત અને નોટામાં ૩૩ મત પડ્યા હતા. આમ ભાજપના જીજ્ઞેશ રાઠોડનો ૪૦૦ મતે વિજય થયો હતો.
તારાપુર પંચાયતની બેઠક નં. ૪ માં ત્રણ ઉમેદવારો જંગ ખેલાયો હતો. મત ગણતરી હાથ ધરાતા ભાજપના પુનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણને ૧૨૩૯ મત, કોંગ્રેસના વિજયભાઈ અંબાલાલ પરમારના ૭૭૮ મત તથા આમ આદમી પાર્ટીના મહીપતસિંહ દીપસિંહ ગોહેલને ૪૯૦ મત તથા નોટાને ૬૨ મત મળ્યા હતા. આમ ૪૬૧ મતે ભાજપના પુનમભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણનો વિજય થયો હતો. આમ તારાપુર તાલુકા પંચાયતની ૯ બેઠકો ઉપર ભાજપના સભ્યો હતા અને વધુ બે સભ્યો ચુંટાતા આગામી દિવસોમાં પ્રમુખ પદ મેળવવા માટે રાજકીય ગરમાવો વ્યાપશે. ઉમરેઠ તાલુકા પંચાયતની શીલી બેઠક આમ ૫૯.૬૫ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના અશોકભાઈ રઈજીભાઈ પરમારને ૮૫૮ મત તથા ભાજપના સતીષભાઈ ફતેસિંહ ચાવડાને ૧૮૧૫ મત તથા નોટામાં ૫૭ મત પડ્યા હતા. આમ ભાજપના ઉમેદવારને ૯૫૭ મતે વિજય થયો હતો. આમ આણંદ જીલ્લામાં તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં ભાજપે ત્રણેય બેઠક હાસલ કરી હતી.
આણંદ જિલ્લા તા.પં.ની ત્રણ બેઠકોની પેટાચૂંટણીમાં ભગવો લહેરાયો

Recent Comments