(સંવાદદાતા ) આણંદ. તા.૧૫
આણંદ શહેર યુવા કોંગ્રેસના કાર્યકર અને આણંદ નગરપાલિકાના વિપક્ષના મુખ્યદંડક અને કાઉન્સિલર કેતન બારોટએ આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ પક્ષમાં ભડકો થયો છે આજે કેતન બારોટએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વિનુભાઈ ઠાકોરને કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું સુપરત કર્યું હતું જે કે રાજીનામા તેઓએ પોતાના અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડા ના ખાસ મનાતા કેતન બારોટનાં રાજીનામાંને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે કેતન બારોટ જણાવ્યું હતું કે આ મામલે આવતી કાલે તેઓ મીડિયા સમક્ષ વધુ સ્પષ્ટતા કરશે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસના ખાસ કાર્યકર એડવોકેટ મનોહરસિંહ પરમારે પણ ૧૫ દિવસ પૂર્વે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દઈ કોંગ્રેસ પર અને કોંગ્રેસની સ્થાનિક તેમજ પ્રદેશ નેતાગીરી પર આકરા પ્રહારો કર્યા હતા.