આણંદ નગરપાલિકાના હંગામી કર્મચારીઓ દ્વારા કાયમી નોકરી માટે ભરતી કરવાની માંગ સાથે આજથી અચોક્કસ મુદતની હડતાલ કરી છે. અને કર્મચારીઓ દ્વારા નગરપાલિકાની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આણંદ નગરપાલિકામાં છેલ્લા ૨૦ વર્ષથી રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને બે વર્ષ પુર્વે ભરતી કરવા માટે સરકારે આદેશ આપ્યો હોવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ભરતી કરવામાં આવતી નથી. અને સફાઈ કામદારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજથી તમામ રોજમદાર સફાઈ કામદારો અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગયા છે. અને કાયમી ભરતી કરવાની માંગ સાથે નગરપાલિકાની સામે ધરણાં કરી સુત્રોચ્ચાર કર્યા હતા.