(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૬
મળતી વિગતો અનુસાર હાલમાં કોરોનાં વાયરસનાં સંક્રમણને રોકવા માટોે સમગ્ર દેશમાં લાક ડાઉન આપવામાં આવેલ છે, ત્યારે આવતીકાલે શુક્રવારે જુમ્માની નમાઝ હોઈ આણંદ શહેર તેમજ જિલ્લાભરની મસ્જીદોમાં જુમ્માની સામુહિક નમાઝ બંધ રાખવામાં આવી છે,આણંદ શહેરનાં જમીઅતે ઉલેમાનાં જનરલ સેક્રેટરી એમ.જી. ગુજરાતી, ઓલ ઈન્ડિયા ગ્લોબલ ઈમામ કાઉન્સિલનાં રાષ્ટ્રીય અધ્યક્ષ લુકમાન તારાપુરી, મસ્જીદે ઈન્આમનાં ઈમામ હાફેજ ઈકબાલ, દારુલ ઉલુમ અહલે બૈત નાપા વાંટાનાં નાઝીમે આલા સૈયદ અબ્દુલકાદીરબાપુ એ આવતીકાલે તમામ મુસ્લિમ બિરાદરોને જુમ્માની નમાઝ પોત પોતાનાં ઘરોમાં અદા કરવા તેમજ નમાઝ અદા કર્યા બાદ પોતાનાં પરિવાર સાથે મળીને સમગ્ર દેશને કોરોનાં વાયરસથી મુક્ત કરાવવા માટે અલ્લાહથી દુવા કરવા અપીલ કરી છે,તેમજ મુસ્લિમ વિસ્તારોમાં લાક ડાઉનનું લોકો પાલન કરતા નથી અને લોકો રસ્તાઓ પર ફરવા માટે નિકળી પડે છે, ત્યારે લોકોએ કામ સિવાય ઘરની બહાર નહીં નિકળવા, ઘરમાં જ રહેવા, વધુમાં વધુ કુર્આન શરીફ પઢવા તેમજ પોલીસ સાથે કોઈ પણ રીતે ઘર્ષણમાં નહી ઉતરવા પોલીસ તેમજ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતા આદેશનું પાલન કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા જે કોઈ આદેશ આપવામાં આવે છે, તે આપણા આરોગ્યનાં રક્ષણ માટે કોરોના વાયરસથી બચાવવા માટેનાં છે, ત્યારે આપણાં સૌની પણ સહીયારી ફરજ છે કે પોલીસ અને વહીવટીતંત્રને સહકાર આપીએ તેમજ આવતી કાલે કોઈ પણ વ્યકિત મસ્જીદો તરફ જવાનો પ્રયાસ ના કરે, પોતાનાં ઘરોમાં જ નમાઝ અદા કરે તેવી અપીલ કરવામાં આવી છે.