(એજન્સી) લાહોર, તા.૧૪
પાકિસ્તાને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ દ્વારા સંચાલિત મદ્રેસાઓ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કાર્યવાહી શરૂ કરી છે. ગયા મહિને યુનોની એક ટીમે આવા સમૂહો સામે કાર્યવાહીની પ્રગતિનો સર્વે કરવા પાકિસ્તાનની મુલાકાત લીધી હતી જેમના પર યુનો અને બીજા દેશોએ પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ પંજાબ સરકારના આદેશ બાદ રાવલપિંડી તંત્રએ હાફિઝ સઈદ સાથે જોડાયેલ જમાત-ઉદ-દાવા (જેયુડી) દ્વારા સંચાલિત એક મદ્રેસા અને ચાર દવાખાનાને નિયંત્રણમાં લીધા છે. ડૉન અખબારના કહેવા મુજબ મદ્રેસાની જવાબદારી તંત્રને સોંપી દેવાઈ છે. જે મજહબી સંપત્તિઓને નિયંત્રિત કરે છે. ચાર મદ્રેસાની યાદી રાવલપિંડી તંત્રને સોંપાઈ છે. ટીમે તેમાં જઈ તપાસ કરી પરંતુ જેયુડીએ આ મદ્રેસા સાથે સંબંધ હોવાનો ઈન્કાર કર્યો છે સરકારે તપાસ માટે જિલ્લા તંત્ર, પોલીસ અને ઔફાક વિભાગની એક ટીમ બનાવી છે. આ અભિયાન અટક, અકવાલ અને જેલમ જિલ્લામાં પણ ચલાવાશે. ઉપયુક્ત તલત મહેમૂદે પૃષ્ઠિ કરી કે જેયુડી સંચાલિત એક મદ્રેસા અને એફઆઈએફ દ્વારા સંચાલિત ચાર ડિસ્પેન્સરીઓ પોતાના નિયંત્રણમાં લીધી છે. નિરીક્ષકોનું માનવું છે કે, દેશભરમાં ફેલાયેલ જેયુડી કાર્યાલયોને સરકારના નિયંત્રણમાં લેવું આસાન નથી. આ કદમ પાકિસ્તાને એવા સમયે ઉઠાવ્યો છે જ્યારે પેરિસમાં ૧૮થી ર૩ ફેબ્રુઆરી સુધી ફાયનાન્સિયલ એકશન ટાસ્ક ફોર્સની બેઠક થઈ રહી છે. અમેરિકા અને ભારત કોશિશ કરી રહ્યા છે કે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય ધન સંશોધન અને આતંકી ફંડીગની સૂચીમાં સામેલ કરાયા. ર૦૧રમાં પાકિસ્તાનને આ સૂચીમાં મૂકયું હતું. ત્યારબાદ પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાનૂનમાં બદલાવ કર્યો કારણ કે હાફિઝ સઈદના જમાત-ઉદ-દાવાને સંયુક્ત રાષ્ટ્રની સૂચીમાં મૂકી શકાય. સરકારે પણ હાફિઝ સઈદના સંગઠનોને અનુદાન પર રોક લગાવી દીધી.