(એજન્સી) કાબુલ, તા.૧૭
અફઘાનિસ્તાનના દક્ષિણમાં આવેલ એક શહેરના પોલીસ તાલીમ કેન્દ્ર પર થયેલા આત્મઘાતી હુમલામાં ૩ર લોકોનાં મોત થયા હતા જ્યારે ર૦૦થી વધુ ઘવાયા હતા. પકશીયા પ્રાંતની રાજધાની ગારદેજની હોસ્પિટલના નિયામક મોહમ્મદ કરીમીએ કહ્યું કે, હોસ્પિટલ ઘાયલોથી ઊભરાઈ ગઈ હતી. લોહીના દાન માટે અમે લોકોને અપીલ કરી હતી. બીજા એક બનાવમાં નજીકના પ્રાંતમાં થયેલા આતંકી હુમલામાં ૧પ સલામતી જવાનો માર્યા ગયા હતા. જ્યારે ૧ર ઘવાયા હતા. અમેરિકાએ હવાઈ હુમલા તેજ કરતાં ૧૬ વર્ષથી યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા થયા હતા. તાલિબાનોએ ટ્‌વીટ કરી હુમલાની જવાબદારી લીધી હતી. જેમાં બાળકો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ સહિત પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટકો ભરેલી કાર સાથે પોલીસ તાલીમ કેન્દ્રને ઉડાવી દીધું હતું. જે હુમલાખોરો હુમલા માટે રસ્તો કરી આપ્યો હતો તેમ આંતરિક ખાતાના પ્રધાને જણાવ્યું હતું. પકશીયા પોલીસ મથક નજીક પોલીસ અને બંદૂકધારી હુમલાખોરો વચ્ચે ધમાસાણ ચાલુ હતું. ચાર કલાક સુધી અથડામણો ચાલી હતી. બે કાર વિસ્ફોટ કરાયા હતા જ્યાં પોલીસ, સેના અને સરહદી બળોની વડી કચેરી હતી. પ્રાંતના સૂત્રોએ કહ્યું કે બંદૂકધારી જૂથો કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા હતા અને લડાઈ શરૂ થઈ હતી. ઘટનાનો ફોટો બતાવે છે કે બે મોટા ધૂમાડાના ગોટાઓ જોવા મળતા હતા. પકશીયા પ્રાંતમાં હક્કાની નેટવર્ક સક્રિય છે. જ્યાં પાકિસ્તાનની સરહદ છે અને તાલિબાનો છૂપાયેલા છે. અમેરિકાના ડ્રોન હુમલામાં પાકિસ્તાનના કુરમ આદિવાસી વિસ્તારમાં ર૬ હક્કાની ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાએ કેનેડીયન પરિવારને આ વિસ્તારમાંથી મુક્ત કરાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે હક્કાની જૂથે તેમને બંધક બનાવ્યા હતા.
આતંકવાદી જૂથ ર૦૦૧માં અમેરિકાના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલાઓને અંજામ આપી રહ્યું છે. મે માસમાં કાબુલમાં ટ્રક બ્લાસ્ટમાં ૧પ૦ લોકોનાં મોત થયા હતા. હક્કાની જૂથ પર અફઘાનિસ્તાનના સત્તાવાળાઓ પર હુમલા અને પશ્ચિમના લોકોનો અપહરણનો આરોપ છે. ગઝવીમાં પણ ત્રાસવાદી હુમલો થયો હતો. આ હુમલો એક જ પ્રકારનો હતો.