(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૧
સુરત સહિત સમગ્ર દેશમાં સતત બે મહિનાના લોકડાઉનને કારણે રાજ્યોમાં નાના અને મધ્યમ વેપારીઓની હાલત કફોડી થઇ ગઇ છે. ઉપરાંત હીરા ઉદ્યોગ પણ બંધ હોવાથી રત્નકલાકારો અને અન્ય વ્યવસાયીઓની આર્થિક સંકડામણ પણ વધી છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ આત્મનિર્ભર યોજનાને ગુજરાત સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત યોજનાના લેબલ હેઠળ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજનાના ફોર્મ વિતરણની શરૂઆત આજથી થતાં જ શહેરના લોકો ફોર્મ લેવા માટે બેંકો પર ઉમટી પડ્યા હતા. બેંકોની બહાર એક – એક કિલોમીટર સુધી લાંબી લાઇનો જોવા મળી હતી. પરંતુ ફોર્મ જોતાં જ તેમા બતાવેલી શરતો જાઇ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
સુરતની કો.ઓપરેટીવ બેંક અને સહકારી બેંકોમાં ફોર્મ લેવા માટે સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા. ફોર્મના કારણે બેંકોની બહાર લોકોની ભીડ જાવા મળી હતી. સરળ લોનની મોટી મોટી શરતો જાઇને લોકોના માથે ચકરાઇ ગયા છે. લોન માટે લાઇનમાં ઉભેલા લોકોમાં સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ પણ જાવા મળ્યો છે. કેટલીક બેદ્વકોની બહાર ૧લી જૂનથી તેવા પાટીયા પણ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને કતારગામ અને વરાછા વિસ્તારમાં બેંકોની બહાર એક – એક કિલોમીટરો સુધી લાંબી લાઇનો જાવા મળી છે.
આત્મનિર્ભર ગુજરાત યોજનાની લોનના ફોર્મ લેવા બેંકો બહાર લાઈનો લાગી

Recent Comments