(એજન્સી) નવી દિલ્હી, તા.ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (સીઆઈઆઈ)ને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેમણે ‘અનલોક-૧’ લાગુ થવા વચ્ચે ભારતીય ઉદ્યોગ જગતને ખાતરી આપી હતી કે, આત્મનિર્ભર ભારતથી વિકાસ ચોક્કસ પરત આવશે.
વડાપ્રધાનના મહત્ત્વના દસ મુદ્દા
૧. કોરોના વાયરસથી અર્થતંત્ર કદાચ ધીમુ પડ્યું પણ ભારત ફરી વિકાસના પાટે ચઢશે.
ર. ગરીબોને મફત અનાજ અને પરપ્રાંતિય મજૂરો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ આર્થિક સહાય રૂપે રાશન માટે રૂા.પ૩૦૦૦ કરોડની ફાળવણી કરી.
૩. આત્મનિર્ભર ભારત માટે પાંચ “આઈ” જરૂરી : ઈન્ટરનેટ, ઈનકલ્યુઝન, ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન.
૪. વિશ્વ વિશ્વાસપાત્ર ભાગીદારોને શોધી રહ્યું છે ભારત પાસે ક્ષમતા, શક્તિ, કાબેલિયત છે.
પ. સ્પેસ, પરમાણુ શક્તિ, બધુ ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લુ છે તકો તમારી રાહ જુએ છે.
૬. ભારતીય ઉદ્યોગોએ વિશ્વાસનો લાભ ઉપાડવો જોઈએ.
૭. કોરોના વાયરસ કટોકટી દરમ્યાન ભારતે સમગ્ર વિશ્વમાં એક વિશ્વાસ સ્થાપ્યો છે.
૮. આત્મનિર્ભર ભારતનો મતલબ એવો નથી કે, વ્યૂહાત્મક ક્ષેત્રોમાં દેશ બાહ્ય શક્તિ પર નિર્ભર છે.
૯. કોરોના બાદ સીઆઈઆઈ ચેમ્પિયન્સ ઓફ ઈન્ડિયન ઈન્સપિરેશન બનશે.
૧૦. આપણે માળખાકિય સુધારા કરીશું જે દેશનો માર્ગ બદલી દેશે.